jump to navigation

હાઇકુઃ May 4, 2012

Posted by chimanpatel in : હાઈકુ,Uncategorized , trackback

ઊડવું મારું,
એક પાંખનું હવે;
ઊડવું રહ્યું !
* ચીમન પટેલ “ચમન” (૨૯એપ્રિલ’૧૨)

મારું રુદન
ન જોઇ શક્યા મિત્રો;
મુખ હસતું !
*ચીમન પટેલ “ચમન”(૦૩મે’૧૨)

Comments»

1. Vijaykumar D Shah - May 5, 2012

Che prabhune tya
karIne viShad shu
pamasho kaho?

kari rahyaa Che
te paN tya vilap
dhir rahine

paamavi shanti
svikaarI prabhu nyay
kahe sau mitro ( rahine saath)

2. Raksha - May 7, 2012

હવે હાઈકુ વાચવાની વધારે મઝા આવે ચ્હે. તમારિ બતાવેલી રીતથી કોઈ દિવસ પ્રયત્ન કરીશ.

3. Navin Banker - May 8, 2012

એકલતાની તીવ્ર અનુભૂતિને આપે થોડાક શબ્દો દ્વારા આ રીતે વ્યક્ત કરીને ‘ચોટ’ સાધી છે.વર્ષો સુધી જેનું સાન્નિધ્ય માણ્યું હોય એની વસમી વિદાય કાળજાને કેવી કોરી ખાય છે એ આપ કાવ્યસર્જન દ્વારા વ્યક્ત કરી શકો છો.

નવીન બેન્કર
૭ મે ૨૦૧૨

4. devikaa dhruva - June 22, 2012

ઊડવું મારું,
એક પાંખનું હવે;
ઊડવું રહ્યું !
ઉત્તમ હાઇકુ.. ત્રણે ત્રણ લીટીમાં ક્રમશઃ લાગણીની ઉત્ક્રુષ્ટતા. પહેલી લીટીમાં
‘ઊડવા’ શબ્દથી જાણે હળવી રીતે( ચિમનભાઇની લાક્ષણિક શૈલી )શરુઆત કરી, બીજી લીટીમાં “એક પાંખ” દ્વારા ખુલ્લા વિશાળ આકાશમાં એકલતાનું ચિત્ર ઉભુ કર્યું અને વળી ત્રીજી લીટીમાં તો ‘ઊડવું રહ્યું’ માં અંતિમ વિરામ,એકલતા,વિરહ,જીવનની સચ્ચાઇ અરે મ્રુત્યુની તૈયારી વગેરે કેટકેટલા વિધવિધ ભાવો સંયમિત રીતે સ્પર્શતા કરી મૂક્યા!! કાવ્યત્વની ખુબીઓથી ભરપૂર આ હાઇકુ ખુબ જ ગમ્યું.
How did I miss this one ?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.