અસ્થિર મન ! March 16, 2012
Posted by chimanpatel in : અછંદ કાવ્ય , trackbackઆજ,
સવારથી જ બેચેની-
મન પર સવાર થઇ બેઠી છે!
ચિત્ત;
ચોટતું નથી કશામાં,
તન તૂટી રહ્યું નશામાં,
બોટલ તો ખાલી થઇ,
આવીને એ ચાલી ગઇ!
તૄષા;
મારી હજી છીપાઇ નથી!!
ચીમન પટેલ “ચમન”
Comments»
ઘાયલકી ગતિ ઘાયલ જાણે
દુનિયા તેને ના પહેચાને!
May consider to get marry to someone lonley!
ચીમનભાઈ, તમારી સુંદર કાવ્ય રચના માણીને આનંદ થયો.
તમારા મનના ભાવ એમાં બાખૂબી ઝીલાયા છે.
વિનોદભાઇ અને પ્રવિણાબેન,
સમય કાઢી તમારા મન્તવ્યો લખવા માટે આભાર.
“ચમન”
ચીમનભાઇ,
આ બોટલની શું વાત છે ? તમે મન અસ્થીર થાય કે બેચેન થાવ તો ‘પીવાને’ રવાડે તો
નથી ચઢ્યાને ? મને તો જે કાવ્યોમાં શરાબ કે બોટલની વાત આવે છે ત્યાં’ દારુ’ની ગંધ આવવા લાગે છે !
એની વે, કાવ્ય સુંદર છે. અભિનંદન.
નવીન બેન્કર
નવીનભાઇ,
એવું કૈ નથી.
વાઇન સિવાય કશું જ પીધું નથી.
આ તો કવિની કલ્પના છે.
કોમેન્ટ માટે આભાર.
“ચમન”
નવીનભાઇ, આટલી મર્મસભર ગહન વાતનો સૂક્ષ્મ અર્થ તમે ન સમજ્યા ? બોટલ તો રૂપક છે !
“આવીને ચાલી ગઇ” માં આ અછાંદસ કવિતાનું હાર્દ છુપાયેલું છે. ચિમનભાઇ, સ્પર્શતી સુંદર રચના.
આવીને એ ચલી ગઈ……..ખૂબ સરસ! મનના ભાવો દર્શાવતુ કાવ્ય બહુ ગમ્યુ!
અભિનન્દન!
રક્ષાબેન,
તમારો કાયમ પ્રોત્સાહિત પ્રત્યુત્તર હોય છે.
આભાર.
“ચમન”
બહુજ સરસ કાવ્ય,
જીવનમાં સ્વજન છોડીને ચાલ્યુ જાય છે તેની યાદોની સુવાસ મુકીને જાય છે.
છતાં પણ જીન્દગી યાદોને સહારે ચાલતીજ રહે છે.
અસ્થિર મનની એકજ દવા – મેડિટેશન.
તમારી વાત સાચી છે, હેમાબેન.
કાવ્ય વાંચી કોમેન્ટ મૂકવા માટે આભાર.
ચમન
મન પર સવાર થઇ બેઠી છે!
ચિત્ત;
ચોટતું નથી કશામાં,
એકલા પડી ગયેલા વ્યક્તિનો આ અનુભવ કાવ્યમાં સરસ ઝીલાયો છે.પ્રિય પાત્રની હાજરીમાં ઘરમાં જે વાતાવરણ હોય અને એની વિદાયથી જે શૂન્યતા વ્યાપી જાય એ તો જેને રામ બાણ વાગ્યાં હોય એ જ જાણે !