હોળી March 8, 2012
Posted by chimanpatel in : પ્રસંગ કાવ્યો,Uncategorized , trackbackરંગરાગ
આજ
ઘૂળની જેમ
ઊડી રહી રંગની છોળો
એકલવાયા
મારા મનને
શીદ આવી ઢંઢોળો ?
રંગ ઘોળ્યો દિલડું ડહોળી
ભરી પિચકારી એમાં બોળી.
પણ-
રમવી કોની સંગમાં હોળી ?
આજતો,
મારેય છે રંગા’વું,
પિચકારીએ છે છંટા’વું
સંગે રમી
રંગે રમી
દિલડું મારેય છે બહેલા’વું !
ઉરના કો એકાંતે
આવી ‘એ’ લઈ પિચકારી
રંગી દીઘો
ભીંજવી દીઘો
મને એના કસુંબલ રંગથી !
ત્યારથી-
એ રંગરાગમાં
એની સંગમાં
આજ લગી રંગાયેલ છું !!
૦ ચીમન પટેલ ‘ચમન’
Comments»
ચિમનભાઈ,
સરસ રચના. બધી બરાબર લયમાં. સૂચનઃ દિલડું મારૂં કયમ બહેલા’વું!
સરયૂ
સરયુબેન,
સુચન માટે આભાર.
મારેય શબ્દ પાછળ મારે કહેવું છે-ભાર મૂકી- કે બધા હોળી રમી દિલ બહેલાવે છે તો મારે પણ એમ કરવું છે.
ચમન
Excellent one. What is the meaning of કસુંબલ ? Thanks.
saras
તમે કાયમ વાંચો છો અને પ્રતિભાવ પણ મૂકો છો એ માટે આભાર.
“ચમન”
ચિમનભાઇ,
તમારી કાવ્ય રચના કહેવી પડે! ખૂબ ગમી……..તેના લયમા જાણૅ મધુર યાદોમા ખોવાઈ જવાયુ!
સમય કાઢી, રચના વાંચીને, પ્રોત્સાહિત પ્રત્યુત્તર માટે આભાર. કલાકાર કલાકારને વધારે
સમજી શકે.
પ્રોત્સાહિત કરતા રહેશો.
“ચમન”
હોળી હોય કે દિવાળી
યાદો આવે દોડી દોડી
અંતરના ભાવ અને ઉર્મિની જોડી.
સરસ