સેરા પેલીનને January 4, 2009
Posted by chimanpatel in : પરચુરણ , trackbackસેરા પેલીનને
પેલીનને જોઇને યાદ આવે પટલાણી,
ખુરશીના મોહમાં ગઇ જે વટલાણી.
ભલુ થયું તૂટી ગઇ રાજકિય જંજાળ,
ફરવા જવાશે લઇને ઘરની વણજાર.
હવા અલાસ્કાની ગઇ તમને તો સદી,
રાજકિય રમતમાં પડશો ના હવે કદ્દી.
કપડાના ખર્ચનો તો પડ્યો તમને માર,
તમારા આ રૂપનો શું કાઢ્યો તમે સાર.
હારેલો જુગારી તો ભઇ બમણું જ રમે
૨૦૧૨માં પડશે મેદાને ગમે કે ન ગમે.
બાંઘેલી મૂઠી તો હતી તમારી લાખની,
બોલીને ‘ચમન’આબરું બગાડી આપની!
૦ ચીમન પટેલ ‘ચમન’
૨૮ ડિસેમ્બર’૦8
Comments»
વાહ ચીમનભાઇ વાહ
ખૂબ સુંદર