૨૦૦૮નુ સ્ટોક માર્કેટ January 3, 2009
Posted by chimanpatel in : ગઝલ , trackbackસ્ટોક માર્કેટ-૨૦૦૮
માર્કેટ આજ કાલ ઇન્ટરનેટ પર રમીએ,
ડાઉન ડે જોઇને મહી મહી રોઇ પડીએ.
કર કસર કરીને કમાણી સૌએ તો કરી,
એવરેજ કરવા સ્ટોકની થેલી તો ભરી.
ટીપ સ્ટોકની લેવાની ભઇ હવે તો છોડો,
દોડશે નહિ મોઘવારીમાં આ ઘરનો ઘોડો !
અજાણ્યા પાણીમાં કદી ન કૂદી પડાય,
સમજ્યા વિના સ્ટોકને ન કદી ખરીદાય.
પૈસા બનાવ્યાની વાતો કરનારા ખૂબ મળે,
પૈસા ગુમાવનાર ખોળ્યા નજરે પણ ન ચડે.
ચળકે એ બઘું ના હોય ભલા ભઇ સોનું,
સ્ટોકમાં ઘર બનાવ્યાનું જાણ્યું છે કોનું ?
રાંડ્યા પછી તો ડહાપણ ભઇ સૌને આવે,
બીજાના ભાણાનો લાડું મોટો સૌને ભાવે.
હારેલો જુગારી તો ભઇ સદા બમણું રમે,
તમને ‘ચમન’પછી એ ગમે કે ન ગમે !!
૦ ચીમન પટેલ ‘ચમન’
૨૮ ડિસેમ્બર’૦૮
Comments»
no comments yet - be the first?