jump to navigation

બારાત! February 14, 2012

Posted by chimanpatel in : મુક્તકો , 1 comment so far

દગો દઇ મને દિવાનો બનાવ્યો એ તો ઠીક,
બારાત શું કરવા કાઢી મારા ઘર આગળથી!

ચીમન પટેલ “ચમન”

પરખ !

Posted by chimanpatel in : મુક્તકો , add a comment

અરક કાઢી જાણે માનવી ફુલોમાંથી,
પરખ તો નથી એને માનવ ફૂલોની!

ચીમન પટેલ “ચમન”

મળવાનું થયું! February 13, 2012

Posted by chimanpatel in : હાસ્ય કાવ્યો , 5 comments

મળવાનું થયું !

‘કોમ્પ્યુટર’ પર એને ને મારે મળવાનું થયું,
બાગ-બગીચા વગર અમારે મળવાનું થયું.

ઠંડી ગરમી કે વરસાદની કોઈ ચિંતા નથી,
ઘરમાં બેસીને જ ગમે ત્યારે મળવાનું થયું.

એને મળવા માટે જૂઠું બોલવું પડતું નથી,
‘ઈમેલ’થી જ દિવસે ને રાતે મળવાનું થયું.

છબી એની મૂકી છે ‘સ્કી્‌નસેવર’ પર હવે,
દર્શન કરીને નિત એની સાથે મલકવાનું થયું.

‘આઈકૉન’ એડ્રેસનો છે હવે ‘ડેસ્કટોપ’પર,
‘ડબ્બલ ક્‌લીક’કરી રોજ એને લખવાનું થયું.

થઈ જાય ‘સરવર’ જ્‌યારે જ્‌યારે ‘ડાઉન’,
‘કીબોર્ડ’ પર થોડાક આંસુને પાડવાનું થયું.

વાતો એની ‘સેવ’ કરી કરી ખૂટી છે જગ્યા,
એટલેતેા ‘હાર્ડડીસ્ક’ને મારે બદલવાનું થયું,

‘કટ’ ને ‘પેસ્ટ’ કરીને સમય બચાવ્યો ઘણો,
મારા કેટલાક મિત્રો સાથે એને મળવાનું થયું.

‘ઈમેલ’ એની હવે નથી આવતી કદી ‘ચમન’,
દુઃખી દિલે બઘુ ‘ડીલીટ’ મારે કરવાનું થયું!!

૦ ચીમન પટેલ ‘ચમન’
(૧૭મે’૦૩)

મારી પત્ની/પ્રિયાને (એક વર્ષની વિદાય પછી) February 7, 2012

Posted by chimanpatel in : હાઈકુ , 1 comment so far

મારી પત્ની/પ્રિયાને (એક વર્ષની વિદાય પછી)

પોઢી ગઇ તું,
ખેંચી લાંબી ચાદર-
મૂકીને મને!!
*****
ન માને મન,
ગઈ તું ઘણી દૂર-
પહોચું કેમ?
*****
ચીમન પટેલ “ચમન” (૦૭ફેબ્રુ’૧૨)

હાઇકુઃ January 28, 2012

Posted by chimanpatel in : હાઈકુ , add a comment

ડોલર મૂકી,
વિચારો આવે ઘણા;
આરતી લેતાં!
ચીમન પટેલ “ચમન” (૨૮જાન્યુ’૧૨)

કારણો વગર!

Posted by chimanpatel in : હાસ્ય કાવ્યો , 1 comment so far

કારણો વગર
(છંદવિધાન: લગાગા, લગાગા, લગાગા, લગાગા, લગા)

કરે છે કથામાં વાતો લોકો કારણો વગર!
સમય વેડફે પોતાનો ખોટો કારણો વગર!

નથી કર્યો ખુદના રૂપનો વિચાર કદી,
ફરે લઇ કત્રીનાનો ફોટો કારણો વગર

જરી કે નથી જ્ઞાન તાલ કે સુરનું જેને,
તક ઝડપી એતો ગાતો કારણો વગર!

કર્યું છે ધન ભેગું વેચી ધંધાઓ ઘણા
વાત વાતમાં એ રડતો કારણો વગર!

નથી દેખાતા મન દેશીઓના મોટા કદી ,
મળે સામો ને જોતો આડો કારણો વગર!

શકુની મામાઓ મળે છે બધે જ જોવા,
ઘર બીજાના જે તોડતો કારણો વગર!

અદેખાઈ ને ઈર્ષા વધી ગઈ છે બધે,
પીઠ પાછળ રહી જે બોલતો કારણો વગર!

હવા ગઈ બદલાઈ ચારે દિશામાં ‘ચમન’
પગ જે બીજાના ખેચતો કારણો વગર!

• ચીમન પટેલ ‘ચમન’
(૦૬જાન્યુ’૧૨)

ઉકળાટ January 21, 2012

Posted by chimanpatel in : કાવ્યો , add a comment

ક્યાંય આછોય વર્ષાનો ભાર નથી,
એ વાતનો સહુ દિલમાં ઉચાટ છે.

ઋતુનો ન જણાય ક્યાંય રે અણસાર,
ને ગગનમાં ન વાદળનો ગગડાટ છે!

કોના પાપે રે વરસે ન આજ વાદળી,
અનિલની લે’રીએ ખેંચાઇ જે જાય છે.

પશું, પક્ષી ને ધરતીની વેદના,
જોઇનેય નવ એને કંઇ થાય છે!

વેદના વધારીનેય એ તો વરસી ગયો;
ઉકળાટ ઉરનો મારો ઉરમાં જ રહી ગયો !!

૦ ચીમન પટેલ ‘ચમન’
૧૧-૭-‘૬૫
(‘સૌરાષ્ટ સમાચાર’ ના ૨૦/૭/૬૫ ના અંક્માં પ્રગટ)

કેમ સમજાવું!

Posted by chimanpatel in : કાવ્યો , add a comment

કેમ સમજાવું !?

કેમ કરીને એને મારે સમજાવું?
મારા દિલની વાત કેમ સમજાવું!
ના સમજે એની સમીપ શું ગાવું;
મારા દિલની વાત કેમ સમજાવું!

પિરસી હોય ભલે પ્રેમથી થાળી ,
ભરી મૂકી છો હોય દુધની ઝાળી,
ભૂખ વગર તે ભોજન શું ખાવું?
મારા દિલની વાત કેમ સમજાવું!

ભલી, ભોળી ને છો હોય ભાગ્યવાન ,
માયાળું મુખડું ને હોય ગોરો વાન,
હેત ઉછીનું થોડું કંઈ લઇ વરસાવું !
મારા દિલની વાત કેમ સમજાવું!

જુગલ જોડી વિના જીવતર ખાળું,
ના જાય જીવન બાંધી મુખ પર તાળું.
અંધકારને છે મારે ઉથલાવી જાવું,
મારા દિલની વાત કેમ સમજાવું!

કંઈ બહારો આવીને જાયછે ચાલી,
નથી દેખાયો ચમનમાં હજીએ માળી!
એકજ મ્યાનમાં બે તલવારને સમા’વું,
મારા દિલની વાત કેમ સમજાવું!
* ચીમન પટેલ “ચમન”
૦૮અપ્રિલ’૬૬ (ભાવનગર)

મે દિલ દીધું ના હોત!

Posted by chimanpatel in : કાવ્યો,હાસ્ય લેખો , add a comment


મેં દિલ દીધું ના હોત!
તું પ્રિયે, મળી ના હોત!

પાંપણના પલકારે મન વશ થયું ના હોત,
તું પ્રિયે, મળી ના હોત!

ઉરના અન્ઘકારને ટાર્યો સ્નેહ જ્યોતથી તારા,
ઝીલી લીધા પાલવમાં દુ;ખ છલકાયા મારા.

જીવન અર્પ્યું ના હોત,
તું પ્રિયે, મળી ના હોત!

ગાજી ઉઠ્યું ઘર મારું કંકણના રણકારથી,
ફૂલ ખીલ્યા ઉપવનમાં તારા સહકારથી.

બહાર ખિલી ના હોત!
તું પ્રિયે, મળી ના હોત!

• ચીમન પટેલ “ચમન” ૧૯/મેં/’૬૫ (ભાવનગર)

“પેચ પતંગના” January 13, 2012

Posted by chimanpatel in : પ્રસંગ કાવ્યો,Uncategorized , add a comment

અવકાશે
ઊડી રહ્યા રંગીન પતંગો
ગેલ કરતા
નમી પડતા
ઉડાડનારનું મન હરતા
ધાબેથી કોઇ ઢળી પડતા
પતંગ કપાતાં
થઇ જતી દોડાદોડી.

પતંગ મારો,
નીકળ્યો સારો
જોનારની આંખમાં ખૂંચે
ઊડી રહ્યો એટલે ઊંચે.

એકાએક;
ગુમાન મારું
આવ્યું શું આડુ
મંડ્યો લોટવા એ
ના’વ્યો કાબુમાં જે
પડ્યો જઇ પડોશીની પતંગ પર!

ગૂલાંટ મારી
પેચ લગાવી
ઊડી રહ્યો ગર્વથી જ્યારે
મર્મ એનો સમજાયો ત્યારે!

ઢીલ મૂકતાં દોરીની
કપાઇ પતંગ ગોરીની!

ત્યારથી;
લડાઇ ગયા છે પેચ દિલના!!

* ચીમન પટેલ “ચમન”
૧૪ જાન્યુ.’૬૩ (ભાવનગર)

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.