jump to navigation

થોડા હાઇકુઃ June 29, 2012

Posted by chimanpatel in : હાઈકુ,Uncategorized , 2 comments

જિંદગી ભર,
ચાહતો રહ્યો એને;
સમજ્યા વિના!
* ચીમન પટેલ “ચમન” (૧૯અપ્રિલ’૧૨)

રડે કેમ એ,
ખૂટી ગયા છે આંસું-
પરણી એને!
* ચીમન પટેલ “ચમન” (૧૯અપ્રિલ’૧૨)

સીતા સમી તો
પત્ની મળી; કેમ એ
રાવણ બન્યો?!
* ચીમન પટેલ “ચમન” (૧૯અપ્રિલ’૧૨)

પાગલ June 22, 2012

Posted by chimanpatel in : Uncategorized , 2 comments

તમારા પ્રેમમાં પાગલ, શમાને મેં કહ્યું;
તમારી પ્રિત, સમર્પણ વિના હું શું જાણું?
* ચીમન પટેલ “ચમન” (૨૨જુન’૧૨)

તારો ચહેરો! May 20, 2012

Posted by chimanpatel in : હાઈકુ , 3 comments

તારો ચહેરો,

અંગે અંગ છે મારા;

સ્પર્શી ન શકું!!

*ચીમન પટેલ “ચમન” (૨૦ મે’૧૨)

(“તેરા ચહેરા” ગીત આજે સાંભળતાં સાંભળતાં)

માતમાં ! May 13, 2012

Posted by chimanpatel in : કાવ્યો,Uncategorized , 6 comments

શીતળતા ચાંદની નીતરે છે માતમાં,
ઉષ્મા સૂર્યની હૂંફમાં મળે છે માતમાં.

ઊંચાઇ પર્વતોની મપાય છે માતમાં,
પાણી પાતાળના પિવાય છે માતમાં.

લંબાઇ નદીઓની દેખાય છે માતમાં,
ઊંડાઇ દરિયાની મપાય છે માતમાં.

ઉડ્ડયન પંખીઓનું મણાય છે માતમાં,
વફાદરી પશુઓની જણાય છે માતમાં.

ગગડાટ વાદળનો સંભળાય છે માતમાં,
હાલરડાનું સંગીત સમજાય છે માતમાં.

નમ્રતા નારીની પણ નીતરે છે માતમાં,
મર્દાનગી મર્દની જોવા મળે છે માતમાં.

સારા શિક્ષણની એક શાળા છે માતમાં,
બધાજ ધર્મોની એક માળા છે માતમાં.

ભોળપણ બાળકનું છલકાય છે માતમાં,
ચતુરાઈ ચાણક્યની ‘ચમન”છે માતમાં.

* ચીમન પટેલ “ચમન”

હાઇકુઃ May 4, 2012

Posted by chimanpatel in : હાઈકુ,Uncategorized , 4 comments

ઊડવું મારું,
એક પાંખનું હવે;
ઊડવું રહ્યું !
* ચીમન પટેલ “ચમન” (૨૯એપ્રિલ’૧૨)

મારું રુદન
ન જોઇ શક્યા મિત્રો;
મુખ હસતું !
*ચીમન પટેલ “ચમન”(૦૩મે’૧૨)

‘પનામા પ્રવાસમાં’ લખાયેલ હાઇકુઃ ચીમન પટેલ “ચમન” April 21, 2012

Posted by chimanpatel in : હાઈકુ,Uncategorized , 4 comments

એને જોઇને,
યાદ આવી જાય છે;
સ્વગૅસ્થ પત્ની!!
૦ ૧૭એપ્રિલ’૧૨

છલકાય છે,
દિલ મારું તો તારા-
ચંદ્રમુખથી!
૦ ૧૮એપ્રિલ’૧૨

ખાલી સીટમાં,
બેઠી એ મારી સાથે;
મિત્રો વિચારે!!
૦ ૧૯એપ્રિલ’૧૨

વિચારું છું તો-
રડું છું અંદરથી;
સુના ઘરમાં !
૦ ૧૯એપ્રિલ’૧૨

મળી એ મને,
પ્રવાસમાં એકલી;
હસાવી(રડાવી) ગઇ!
૦ ૨૦એપ્રિલ’૧૨

અસ્થિર મન ! March 16, 2012

Posted by chimanpatel in : અછંદ કાવ્ય , 12 comments

આજ,
સવારથી જ બેચેની-
મન પર સવાર થઇ બેઠી છે!
ચિત્ત;
ચોટતું નથી કશામાં,
તન તૂટી રહ્યું નશામાં,
બોટલ તો ખાલી થઇ,
આવીને એ ચાલી ગઇ!
તૄષા;
મારી હજી છીપાઇ નથી!!

ચીમન પટેલ “ચમન”

પગલાં-એક હાઇકુ March 9, 2012

Posted by chimanpatel in : હાઈકુ , 2 comments

શોધુ રેતીમાં,
દરિયા કિનારાની-
એના પગલાં !

ચીમન પટેલ “ચમન” (૦૭માર્ચ’૧૨)

હોળી March 8, 2012

Posted by chimanpatel in : પ્રસંગ કાવ્યો,Uncategorized , 8 comments

રંગરાગ

આજ
ઘૂળની જેમ
ઊડી રહી રંગની છોળો
એકલવાયા
મારા મનને
શીદ આવી ઢંઢોળો ?

રંગ ઘોળ્યો દિલડું ડહોળી
ભરી પિચકારી એમાં બોળી.
પણ-
રમવી કોની સંગમાં હોળી ?

આજતો,
મારેય છે રંગા’વું,
પિચકારીએ છે છંટા’વું
સંગે રમી
રંગે રમી
દિલડું મારેય છે બહેલા’વું !

ઉરના કો એકાંતે
આવી ‘એ’ લઈ પિચકારી
રંગી દીઘો
ભીંજવી દીઘો
મને એના કસુંબલ રંગથી !

ત્યારથી-
એ રંગરાગમાં
એની સંગમાં
આજ લગી રંગાયેલ છું !!

૦ ચીમન પટેલ ‘ચમન’

મારા વાંચનમાંથીઃ February 19, 2012

Posted by chimanpatel in : મારા વાંચનમાંથીઃ , add a comment

(૧) ઊંઘ ન આવવીઃ

* સૂતાં પહેલાં ઠંડા પાણી વડે હાથ-પગ ધોઈ તાળવે ઘી ઘસવાથી ઊંઘ આવશે.
* કાંદાનું રાયતું રાત્રે ખાવાથી સરસ ઊંઘ આવશે.
* ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણની ફાકી લેવાથી અને પગે દીવેલ ઘસવાથી ઊંઘ આવશે.
* ૨ થી ૩ ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ અથવા સાકર અને ઘી સાથે સૂતી વખતે લેવા.
* દૂઘમાં ખાંડ તથા ગંઠોડાનું ચૂર્ણ નાખી ઉકાળી પીવાથી ઊંઘ આવશે.
* રાતે સૂતી વખતે મદ્ય ચાટવાથી ઊંઘ જલદી આવશે.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.