jump to navigation

દિલ પૂછે છે મારું… November 22, 2012

Posted by chimanpatel in : અછંદ કાવ્ય,Uncategorized , 1 comment so far

(“…નજર નાખ સામે કબર દેખાય છે” લેખકઃ અનજાણ…વાંચ્યા પછી,,)

દિલ પૂછે છે મારું
ભલા તું કેમ છેતરાય છે?
આંખ તો જરા ખૂલ્લી રાખ,
મામા શકુનીઓ દેખાય છે?

ના વર્તુણુંક સહેવાય છે,
ના કોઇને કંઇ કહેવાય છે,
કથા હોય કે પછી ઘરનું વાસ્તુ,
ઉભા ઉભા તો ઉજવાય છે!

આ બધુ તો ઠીક છે ભલા,
પણ હદ તો ત્યાં થાય છે-
આપણા અવસરમાં કદી
ન કોઇ સમયસર આવી જાય છે!
દિલ પુછે છે મારું,
ભલા તું કેમ છેતરાય છે?

પગાર તો સૌ લઇ આવે છે સારો
પોતાને માટે ક્યાં કંઇ ખર્ચાય છે.
સેલમાં ના જોઇતું ઉપાડી લાવે,
એ ઘરવાળીને ક્યાં કંઇ કહેવાય છે?

વસ્તી દેશીઓની વધી તો ગઇ,
પણ કોઇના ઘેર ક્યાં જવાય છે.
રસ્તે મળી તો હાય હલ્લો કરીને
મિત્રતા તો જાળવી રખાય છે.
દિલ પુછે છે મારું,
ભલા તું કેમ છેતરાય છે?
* ચીમન પટેલ ‘ચમન’

દિવાળી November 10, 2012

Posted by chimanpatel in : કાવ્યો , add a comment

કંઈ દિવાળીઓ આવીને ગઈ !
સાપ ગયા ને લિસોટા રહ્‌યા ભઈ!

કંઈ દિવાળીઓ આવીને ગઈ!

સાફ કરે સહું પોતાના ઘર
દિવો પ્રગટાવે અંધકાર પર
સારા કપડાં પહેરી સૌ ફરે
વાનગીઓ બને સારી ઘરે ઘરે.

દિલની સાફસુફી કરવાની રહી,
કંઈ દિવાળીઓ આવીને ગઈ!

પૂજન કરી મેળવવું છે સુખ
દેવ દર્શનથી દૂર કરવું દુઃખ
મંદિરમાં જઈ પ્રદિક્ષણા ફરે
ભાથુ ભાવીનું આ રીતે ભરે.

કૃપા પ્રભુની હજુ નથી રે થઈ,
કંઈ દિવાળીઓ આવીને ગઈ!

સાફ કરે સૌ અંદરના ઘર
રાખે અમિદ્રષ્ટિ સૌની પર
પ્રેમ પૂજન કરી મેળવે સુખ
દૂર કરે જે દુઃખીઓનું દુઃખ

શાંતિ ઘરની સૌની લૂંટાઈ રહી,
કંઈ દિવાળીઓ આવીને ગઈ!

કે’વા જોઈએ ‘ચમન’ને સાચું
ભલે લાગે કોઈને કડવું ને ખાટું
ચાલી હરિફાઈ મંદિરોમાં જયાં
વાનગીઓ અનેક અન્નકૂટમાં ત્યાં

ભગવાન, ભાવનાનો ભૂખ્યો ભઈ,
કંઈ દિવાળીઓ આવીને ગઈ!

૦ ચીમન પટેલ ‘ચમન’

ચૂંટણી November 3, 2012

Posted by chimanpatel in : હાસ્ય લેખો,Uncategorized , add a comment

ચૂંટણી
લેખકઃ ચીમન પટેલ “ચમન”
ચૂંટણીના થોડાક જ દિવસ બાકી રહ્યા છે, પણ કોને વોટ આપવો એ નિર્ણય પર આવી શક્યો નથી. આમતો આટલા વર્ષોમાં મેં કદી ઉમેદવારો ને સાંભર્યા નથી, પણ આ વખતે ફ્ક્ત બે જ ઉમેદવારો હતા એટલે એમને બરોબર સાંભળ્યા અને હું નિર્ણયમાં વધું ગુચવાયો છું!
સાથે કામ કરતા અમેરિકન મિત્રોને પુછીએ તો એ માળા કંઇ કહે નહિ. ભારતીય મિત્રોને પુછવા જવામાં કંઇ સાર નથી. એટલે મારે જલ્દી નિર્ણય લેવાનો હોઇ મે વિચારી નાખ્યું.
આંખ બંધ કરી વિચારે ચડ્યો તો માર્ગ તો મને મળી ગયો!
પહેલાં થયું કે મંદિરે જાઉ ને ભગવાન આગળ નિર્ણય લઉ, ત્યાં જ તાજેતરમાં જોઇ આવેલ “OMG” મુવી યાદ આવી ગયું ને એ વિચાર પડતો મૂકવો પડ્યો!
બીજો વિચાર આવ્યોઃ એક ચાંદીનો ડોલરનો સિક્કો લઇ ‘ટોસ’ કરી ને નિર્ણય પર આવું. ત્યાં જ, જાતે બનાવેલ પિરામિડ યાદ આવી ગયો. સિક્કો પિરામિડ નીચે મુક્યો જેથી એની પર ‘મેગનેટીક’ અસર થાય અને મને સાચો જવાબ મળે. સિક્કાને ક્યાં સુધી મૂકી રાખવો એ પ્રશ્ન થતાં જ વિચાર પણ આવી ગયો. મને થયું કે એક માળા કરું ત્યાં સુધી સિક્કાને રાખવો. માળા ખોળી તો મળી તો ખરી, પણ કઇ આંગળીથી માળા કરવાની મૂઝવણ થઇ. થયું કે કોઈ મિત્રપત્નીને ફોન કરી પૂછી લઉ, પણ મારા અહમે મને રોક્યો. સારા કામમાં સો વિઘ્નો આવે એ આજે સમજાયું! ગમે તેમ, મેં એક માળા પૂરી કરીને સિક્કો ટોસ કર્યો ને મેં મારો નિર્ણય કરી લીધો.
આ બે ઉમેદવારોની ચૂંટણી દરમ્યાનના વચનોની જેમ મારો નિર્ણય ચુંટ્ણી પછી જ તમને જણાવીશ.
*****************************************

એક શેર અને એક તાનકા October 1, 2012

Posted by chimanpatel in : તાનકા , 5 comments

શેર

દુઃખમાં સાંભરે રામ,
પરદેશમાં સાંભરે ગામ!

તાનકા

નજર પડી,
મારી પર એમની-
એવી તો તીક્ષ્ણ;
ઘવાયો છું ત્યારથી,
હું કોઇ શસ્ત્ર વિના!

* ચીમન પટેલ “ચમન”(૩૦સપ્ટે’૧૨)

પડી ગયો! September 24, 2012

Posted by chimanpatel in : ગઝલ,Uncategorized , add a comment

કહ્યં મે સાચું એને પણ હું તો ખૂલ્લો પડી ગયો,
ગયો મારું ન સાંભળીને પછી ભૂલો પડી ગયો.

સગાએ મોકલી કંકોતરી ગામની ટપાલમાં
પછી તો આ બધાનો ત્યારથી ચીલો પડી ગયો.

તમે ‘બોક્સ ગીફ્ટ’ કે બાળકો વિશે ભલે લખો,
બધાનો આંખ આડા કાનનો ચીલો પડી ગયો.

નથી ચિંતા તમારા આ અવસરના ખર્ચની,
રસમ ખાલી અહિ ‘આરએસવીપી’નો પડી ગયો.

ફરી વળે ‘ચમન’ જુઠ ઝડપથી ચારે તે કોર,
સહુંને સાચું કે’નારો જૂઓ એકલો પડી ગયો.

* ચીમન પટેલ “ચમન” (૨૦જુલાઇ’૧૨)

પતિ અને પત્ની પરના હાઇકુઃ September 3, 2012

Posted by chimanpatel in : હાઈકુ , 11 comments

પતિને ગમે,
શણગાર પત્નીના;
હુકમ નહિ!
**************
પત્નીને ગમે,
પતિ કરે પ્રશંસા;
ટીકા તો નહિ!
* ચીમન પટેલ “ચમન” (૫જૂલાઇ’૧૨)

એ આંખો !! August 25, 2012

Posted by chimanpatel in : અછંદ કાવ્ય,Uncategorized , 5 comments

ધર્મપત્નીના
અવસાન પછી
હું એકલો પડી ગયો.

સંતોને સાંભળવાનો,
નાટકો કે ‘મુવી’ જોવાનો
કે કોઇને ત્યાં જમવા જવાનો
રસ સૂકાઇ ગયો!

બહાર ગામથી,
એક સમ દુઃખીયારી,
મિત્રપત્નીનું આગમન થયું.

ગામના એક મોટા મંદિરે
એમને લઇ ગયો.

મુર્તિપર મંડાયેલી
સર્વત્ર આંખો ફરી
અમારી તરફ!

એ સર્વ આંખોમાં
આશ્ચર્ય અને પ્રશ્નાર્થ
ડોકાઇ રહ્યા મને!

*ચીમન પટેલ “ચમન”
(૩૦જુલાઇ’૧૨)

આખરી વિદાયે-એક તાન્કા August 19, 2012

Posted by chimanpatel in : તાનકા,Uncategorized , 4 comments

ક્રમ જો હોય,(૫)
તક મળે બધાને,(૭)
પ્રાણ છોડતાં;(૫)
કહેવું હોય જે તે-(૭)
આખરી વિદાયે તો!(૭)
* ચીમન પટેલ “ચમન”
(૧૯ઓગષ્ટ’૧૨)

પદ્મકાન્ત ખંભાતિની ૭૫મી વર્ષગાંઠ ઉજવતાં July 29, 2012

Posted by chimanpatel in : Uncategorized , 2 comments

ઘણા હ્યૂસ્ટનવાસીઓ પદ્મકાન્ત ખંભાતિને જાણતા હશે.
હું એમને ૧૯૫૩થી જાણુ છું. આ હઝલ જે મે પેશ કરી હતી
એ આપના વાંચન માટે અહિ ટપકાવી છે.

દેખાતું નથી થયા હોય પંચોતેર પદ્મકાન્ત તમને?
ખબર ના પડી આજ સુધી તમારી ઉંમરની અમને!

બગલમાં બેસીને રમાબેને કરી છે તમારી તો સેવા,
પંચોતેર વરસે પણ લાગો છો પચ્ચાસ હોય એવા!

પૂરા કર્યા પંચોતેર મળી રમા જેવી એક ઘરવાળી,
લપસી ના જતા જોઇ રસ્તે જતી કોઇ બહારવાળી!

હુક્કમ ચલાવે નહિ રમાબેન કદિયે એમના ઘરમાં,
પડતો બોલ ઉપાડે પદ્મકાન્તભાઇ તો ભઇ પળમાં.

નહિ મળે પદ્મકાન્ત જેવો વર રમાબેન દિવો લઇ,
કે’તા નહિ સખીઓને જઇ રુપિયો છે આ ખોટો ભઇ!

રેડિયા પર બોલવામાં ગયા નથી કદી તમે થાકી,
માંડા માંડા ઘર તો બદલ્યું ને હવે શું રહ્યું છે બાકી?

સાધુ ને સંતોનો સમાગમ રાખવો તમારે નહિ પડે,
સ્વર્ગમાં જવાનો માર્ગ કોઇને પણ પૂછવો નહિ પડે

સગા, સબંધી ને મિત્રો તો ઘણા છે તમારા ગામમાં,
આવા પ્રસંગે જૂઓ કેવા આવ્યા છે તમારા કામમાં.

પાર્થના કરીએ ‘ચમન’ ભેગા થઇ આપણે આજે સહું,
આપે આયુષ્ય અવિનાશ આ મિત્ર કપલને તો બહું.

*ચીમન પટેલ “ચમન”
(૨૧જુલાઇ’૧૨)

થોડા હાઇકુ અને તાન્કાઃ July 4, 2012

Posted by chimanpatel in : હાઈકુ,Uncategorized , 2 comments

એક (હાસ્ય) હાઇકુઃ

પેટ ભરીને
ખાવા છે પકવાન-
દાંતતો નથી!

એક (ધાર્મિક) હાઇકુઃ

મંદિરે ગયો,
હું પહેલી જ વાર-
વિધુર થઈ!

એક (માર્મિક) હાઇકુઃ

સમજ આવે
સૌને, માર્ગ ભૂલીને;
પહેલાં નહિ!

* ચીમન પટેલ “ચમન”(0૪જુલાઇ’૧૨)

બે તાન્કાઃ (હાઇકુમાં બે -સાત અક્ષ્રરની- લીટીઓ ઉમેરતાં બને છે તાન્કા)

કૂતરા ભસે
જોઇ ને અજાણ્યાને,
બાકી તો નહિ.
ટિકા થાય મિત્રોની,
સત્ય જાણ્યા વગર!
***
સાતે ભવમાં
પતિ એ જ મળેની
કરી માગણી-
પરણ્યા પહેલાં તો!
પરણી એ પસ્તાઈ !!

* ચીમન પટેલ “ચમન”(૨૬જુન’૧૨)

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.