ડગ ભરતો રહ્યો! February 8, 2015
Posted by chimanpatel in : ગઝલ , 2 commentsડગ ભરતો રહ્યો!
પડ્યા ઉપર પડતા રહ્યા પાટા ને, હું ડગ ભરતો રહ્યો!
ધર્મના કામમાં ખુદને ભુલી જઈને, હું કામ કરતો રહ્યો!
હતો ડાઘ દિલ પર મારા ને, હું સાબુ ઘસતો રહ્યો,
ભૂલો હતી મિત્રોની મારા ને, હું સાથ આપતો રહ્યો!
લસણ ડુંગરી ના ખવાય કહી બધાને, ખુદ ખાતો રહ્યો
ના શીખ્યા ઘરના કંઈ ને પાઠ જગને, ભણાવતો રહ્યો.
ન બોલવામાં તો નવ ગુણ, વડવાઓ આ કહી ગયા
બોલવામાં તો બાર ગુણ, એટલે તો હું બોલતો રહ્યો!
ન આપવા પડે પૈસા ખીસ્સામાંથી પારકાની પંચાતમાં,
વણ માગે બીજાઓને એટલે, સલાહો તો આપતો રહ્યો!
વાંચી ગયો છું ગીતા ઘણી વાર, સમજ્યા વિના શ્ર્લોકો?
તક મળતાં મિત્રોને મારા, શ્ર્લોક ગીતાના ટાંકતો રહ્યો!
સંતો-મહંતો આવી ગયા ગામમાં કેટલા કે’શો ‘ચમન’?
ના શીખ્યો કંઈ હજુ પણ, સમય કિમતી વેડફતો રહ્યો!
ચીમન પટેલ ‘ચમન’ (૯ નવે’૧૪)
નવોપ્રયોગ-હાઈકુમાલા January 2, 2015
Posted by chimanpatel in : હાઈકુ , 16 commentsરૂપવંતી ! (સહિયારી હાઈકુ-પુષ્પમાલા ; એક નવો પ્રયોગ!)
ચીમન પટેલ ‘ચમન’ (હ્યુસ્ટન, યુ.એસ.એ.)
વલી મુસા’વલદા’(ગુજરાત, ઈન્ડીઆ)
[અમે બે મિત્રોએ રમતાંરમતાં આ હાઈકુ-પુષ્પમાલા ગૂંથી નાખી છે. માલાનાં હાઈકુપુષ્પો સુંદર અને સુગંધીદાર હોવાનો અમારો કોઈ દાવો નથી. આ તો દસ હજાર માઈલ દૂર બેઠાબેઠા અમે મેઈલ માધ્યમે આ પુષ્પો એકબીજા તરફ ફેંફતા ગયા અને માલા રચાતી ગઈ. ગઝલાક્ષરી અને અતાંક્ષ્રરી જેવો આ અમારો નવતર પ્રયોગ છે, જેને અમે નવા વર્ષે વેબજગતમાં વહેતો મૂકી રહ્યા છીએ. અમે આશા સેવીએ છીએ કે આપણાં ગુર્જરરત્નો “હાઈકુ-રત્નમાલા” તરીકે આ પ્રયોગને આગળ ધપાવશે. જય ગુર્જરી.]
એને જોઈને,
ઊભો રહી ગયો હું;
દિલ દોડતું ! (૧)
* “ચમન”
ખસતા નહિ
ઊભા જ રહેજો, હોં !
જાય ત્યાં લગી !! (૨)
* “વલદા”
ચાલવું હવે
પડશે; જાણ્યું જ્યારે,
પરિણીત એ ! (૩)
* “ચમન”
છૂટકો નથી,
પાદત્રાણપ્રહાર
વસમો પડે ! (૪)
*”વલદા”
(પાદત્રાણ = ખાસડું, પગરખું; વસમું = આકરું, ભારે)
રહેશે યાદ,
એ ને જૂતાં એમનાં-
જિંદગીભર! (૫)
* “ચમન”
પ્રક્ષેપાત્ર એ,
શેં ભુલાય, ક્યમ કે
ખતરનાક ! (૬)
*”વલદા”
(પ્રક્ષેપાત્ર=missile-મિસાઇલ)
પ્રીત પરાણે
ના થાય! ચળકે એ
સોનું કે’વાય?! (૭)
* ચમન
પ્રીતને છોડો,
પાણી પણ નોં પવાય
પરાણે હોં કે ! (૮)
*”વલદા”
શેઠની લઈ
શિખામણ; ભૂલવું
રહ્યું આ બધું !(૯)
*“ચમન”
ઝાંપા સુધીય,
શેઠની શિખામણ
રે’ તો ભૂલો ને!! (૧૦)
*”વલદા”
ઉદાસી મારી
સમજાઈ ગઈ છે;
ઘરવાળીથી!! (૧૧)
*“ચમન”
ઘરવાળી છે,
દાસી નથી; એટલે
ઉદાસી જાણી ! (૧૨)
* ‘વલદા”
મહાપ્રસાદ December 2, 2014
Posted by chimanpatel in : અછંદ કાવ્ય , 3 commentsમળ્યો
મને આજે મહાપ્રસાદ!
ભગવાનને ધરાવેલો;
એક
મિત્રપત્ની પાસેથી.
મૂક્યો મોઢામાં મેં ને
એમણે પૂછ્યું !
સ્વાદમાં તો છે ને બરોબર?
મેં કહ્યું;
અમે પુરુષો તો
ખાઈ જ જાણીએ!
સ્વાદની સમજણ
તમારા જેવી નહીં!
મેં પૂછ્યું,
તમે તો ચાખ્યો જ હશે ને,
ભગવાનને ઘરાવતાં પહેલાં?
ન ચખાય?
ચમકતી આંખે એ બોલ્યા!
મેં કહ્યું;
તો
ભગવાનને
ગમ્યો કે નહીંની
કેમ ખબર પડે?
એ ચુપ હતા!
હું
વિચારતો’તો-
શબરીએ તો,
ચાખી ચાખીને બોર
ભગવાનને પ્રેમથી ખવડાવ્યા હતા!
ને
ભગવાને પણ
ખાધા બઘા પ્રેમથી!!
*ચીમન પટેલ “ચમન” (૧૧-૧૧-૧૪)
નફરત October 26, 2014
Posted by chimanpatel in : Uncategorized , 4 comments“Prejudices, it is well known, are most difficult to eradicate from
the heart whose soil has never been loosened or fertilized by education;
they grow there, firm as weeds among rocks.”
– Charlotte Bronte
ગુજરાતીમાં ભાષાન્તરઃ
નફરત!
નફરત તો
સૌથી જાણીતી છે.
ને,
એને
હૃદયમાંથી
નાબૂદ કરી શકાય એમ નથી!
કેમ કે;
એના રહેઠાણને
ઢીલુ કરી શકાયું નથી,
કે
એને
નથી મળ્યું
ખાતર અભ્યાસનું!
એ,
ત્યાં જ ફાલ્યા કરે છે;
મજ્બૂતપણે
પર્વતના,બીનઉપયોગી
ઘાસની જેમ!!
*ચીમન પટેલ ‘ચમન’
(૨૪ઓક્ટો.’૧૪)
(૨૦૭૧-બેસતા દિવસે)
Gandhiji dancing
Posted by chimanpatel in : Uncategorized , add a commentફોટોકુ October 4, 2014
Posted by chimanpatel in : હાઈકુ , add a commentવસંત
Posted by chimanpatel in : હાઈકુ , add a commentહાઈકુ
Posted by chimanpatel in : હાઈકુ , 2 comments તારી રસોઇ,
સ્વાદ મારી જીભનો;
મળ્યા ન મન!!
• ચીમન પટેલ ‘ચમન’ (૨૩માર્ચ’૧૪)
ફોટોકુ
Posted by chimanpatel in : હાઈકુ , add a commentમાનવ જન્મ January 25, 2014
Posted by chimanpatel in : ગઝલ , 6 comments જીભ ચાલે છે તો બોલો, બીજાને દુભાવવા તો નહિ!
હાથ લંબાવો તો મદદ માટે, લાફો મારવા તો નહિ!
વસ્ત્રો ખરીદો એવા બદનને ખૂલ્લા રાખવા તો નહિ!
પગરખાં છે પગ સાચવવા, બીજાને કચડવા તો નહિ!
પાણી પ્રિતના જો પાવો, તરસ્યા રાખવા તો નહિ!
શોબત શરાબની રાખો તો, ભાન ભુલવા તો નહિ!
મણકા માળાના ફેરવો , મનને મણાવવા તો નહિ!
ભજન ભગવાનના ભજો, દેખાવ કરવા તો નહિ!
સેવા કરો સમાજની, સ્વમાન ગુમાવવા તો નહિ!
વાતો વિશ્ર્વશાંતિની કરો, ખુદની લુંટાવવા તો નહિ!
સ્વાર્થને સાથમાં રાખી સબંધ બગાડવા તો નહિ!
આશરો અસત્યનો લઇ, સત્યને છૂપાવવા તો નહિ!
કામ આજનું આજે કરો, મુલતવી રાખવા તો નહિ!
માનવ જન્મ ‘ચમન’ મળ્યો, વેડફી નાખવા તો નહિ!
• ચીમન પટેલ ‘ચમન’ (૧૧જાન્યુ ‘૧૪)