જોતા નથી ! March 2, 2008
Posted by chimanpatel in : મુક્તકો , 1 comment so farજોતા નથી !
શાકાહારી કંઈ શિકાર કરતા નથી ?
માંસાહારી કંઈ મંદીર જતા નથી ?
શો રાખવો ભેદ કોઈના ખાવા-પીવામાં,
વાણી સારી કદી નિકળતી જોતા નથી ?
૦ ચીમન પટેલ ‘ચમન’
૦૨ માચૅ’૦૮
બાગબાન કા બસેરા * ચીમન પટેલ ‘ચમન’ February 15, 2008
Posted by chimanpatel in : Uncategorized , 1 comment so farદીકરાની વાતને ચંદ્રકાન્ત આ વખતે ટાળી ન શક્યો !
દીકરાએ પણ કેવી વાત કરીઃ ‘‘ડેડી,હું જાણું છું કે તમે સ્વાવલંબી જીવન જીવવા માગો છો, પણ મારી બાના મૃત્યુ પછી તમે એકલા પડી ગયા છો. જ્યારે હું આ જ શહેરમાં ઘર લઈને રહેતો હોઉ તો તમને આ સ્થિતિમાં એપાર્ટમેન્ટમાં એકલા રહેવા કેમ દેવાય! તમે અમારા ભાવિ માટે હિંમત કરી અમેરિકા આવ્યા. અમને સારું શિક્ષણ આપ્યું. અભ્યાસના વર્ષોમાં રજાઓમાં અમને નોકરી પણ ન કરવા દીઘી કે જેથી અમે અભ્યાસમાં પાછા ન પડી જઈએ. અમારી નાની-મોટી માગણીઓને તમે પૂરી પાડી. આજે એ ઋણ અદા કરવાની અમને તક મળી છે ત્યારે એ અમે કેમ જતી કરીએ!’’ (more…)
વેલેન્ટાઇન
Posted by chimanpatel in : Uncategorized , add a commentવેલેન્ટાઇન આવે વર્ષે એક વાર,
ગોપીઓએ ઉજવ્યો બારે બાર માસ!
૦ ચીમન પટેલ ‘ચમન’
૧૪ફેબુ’૦૮
થોડા હાયકુ January 22, 2008
Posted by chimanpatel in : Uncategorized , add a commentલાઈટો લોસ-
વેગાસની, રાતને
ગળી જાય છે!
=======
હથીયાર જો
લો,તો લો અહિંસાનું;
નહિ હિંસાનું!
========
દિવો આપે છે
સૌને એનો પ્રકાશ;
રાખી અંધારું !
=========
સૂર્યં આપે છે
જગને એવી શકિ્ત
પોતે બળીને!
=========
રસ્તે મળતા
મિત્રો બધા મલકે
દિલથી નહિ !
=========
પિયર ગઇ
પત્ની, ભોજન સ્વાદ
ગયો એ સાથે !
=========
સુખ-દુખના
આંસુઓને અલગ
રંગ મળે તો!
સ્વજન ગયા
પછી સમજાય છે
સાચી સગાઈ !
==========
નજર મળી,
પ્રેમ થયો, તો પછી-
આંઘરો કેમ ?
==========
‘સુનામી’ પછી,
સમજાયો સહુને
પાણી-પ્રકોપ !
==========
વાતો કે’નારા
ખૂબ,સાંભળનારા
બહુજ ઓછા!
==========
પૂજારી પુણ્ય
ભેગું કરે રાત-દિ;
આરતી કરી !
=========
હાઇકુ January 14, 2008
Posted by chimanpatel in : Uncategorized , add a commentસુખ-દુઃખના
આંસુઓને અલગ
રંગ મળે તો !?
* ચીમન પટેલ ‘ચમન’
વર્લ્ડ સેન્ટર
Posted by chimanpatel in : Uncategorized , add a comment‘વર્લ્ડ સેન્ટર’ના
વેર વિખેર ને,
ર્નિ્દોષ લોકોના
લોહીથી ખરડાયેલ,
લોખંડને ઓગાળી
અમેરીકાએ
એક આઘુનિક
લડાયક જહાજ બનાવ્યું
કે જે,
આતંકવાદીઓ સામે
લડતું રહી
લોકશાહીને
આ જીવન જીવિત રાખશે.
ત્યારે;
એ મૃત આત્માઓને
ચિંરજીવ શાંતિ મળશે.
ચીમન પટેલ ‘ચમન’
૧૨ જાન્યું ’૦૮
કંકોતરી
Posted by chimanpatel in : Uncategorized , 2 comments*****નારી ગણાય નમઃ *****
શ્રીમાન/શ્રીમતીઃ ગુર્જર આર્યપુત્રો ને દેવીઓને
નારી ગણાય નમઃ છે ત્યાં ભગવાનનું નામ આમ આવવું જોઈએ. પણ,અમારા ઘરમાં ઘર્મસંકટ ઊભું થતાં અમે એમ કરી શકયા નથી. હું પોતે શિવનો પૂજારી છું. શ્રીમતીજી માતાજીમાં માને છે અને બાળકો બજરંગબલીમાં ! ભગવાનનું નામ લખવાથી ભગવાનની કૃપા ઊતરી આવશે એવું આ દેશમાં રહીને ભણેલા માણસે માની લેવું યોગ્ય તેા નથી. જો કોઈની કન્યા લગ્નમાં મેળવવી હોય તેા એ નારીઓની કૃપા અને સહકાર વગર શક્ય નથી. લગ્નમાં પુરુષો ન દેખાય તેા ચાલે. પણ, નારીગણની ગેરહાજરી પોસાય નહિ ! લગ્નમાં નારીઓનું હલન ચલન, રંગ-બેરંગી ભારે સાડીઓના રંગની રેલમછેલ, સોના જેવા દેખાતા પણ સસ્તા ઘરેણાઓ ઘરમાં હોય એટલા એકી સાથે શરીર પર શોભશે કે નહિ નો વિચાર કર્યા વગર પહેરેલા હોય. કાગડા કંઠે ( પુરુષનો કોયલ કંઠ અને નારીઓનો કાગડા કંઠ મુવી વાળાઓને આજ કાલ વઘારે ગમે છે) માંડ માંડ ગવાતા લગ્નના ગીતો લગ્નસ્થળને ભલે ન ગજાવી મૂકે, પણ એ બઘાને ગમે છે. એટલે જ, આ વખતે ભગવાનને વેકેશન આપ્યું છે. નારીગણને યાદ કરીને નવો ચીલો પાડ્યો છે. (more…)
પેચ પતંગના December 30, 2007
Posted by chimanpatel in : Uncategorized , add a comment
અવકાશે
ઊડી રહ્યા રંગીન પતંગો
ગેલ કરતા
નમી પડતા
ઉડાડનારનું મન હરતા
ઘાબેથી કોઈ ઢળી પડતા
પતંગ કપાતાં
થઈ જતી દોડા દોડી.
પતંગ મારો
નીકળ્યો સારો
જોનારની આંખમાં ખૂંચે
ઊડી રહ્યો એટલો ઊંચે.
એકાએક;
ગુમાન મારું
આવ્યું શું આડુ?
મંડ્યો લોટવા એ
ના’વ્યો કાબૂમાં જે
પડ્યો જઈ પડોશીની પતંગ પર!
ગૂલાંટ મારી
પેચ લગાવી
ઊડી રહ્યો ગર્વથી જ્યારે
મર્મ એનો સમજાયો ત્યારે!
ઢીલ મૂકતાં દોરીની
કપાઈ પતંગ ગોરીની!
ત્યારથી;
લડાઈ ગયા છે પેચ દિલના !!
૦ ચીમન પટેલ ‘ચમન’
ચૂંટણીના ચણા December 29, 2007
Posted by chimanpatel in : Uncategorized , add a commentભારતની ચૂંટણીના સૌને મીઠા લાગેરે ચણા,
ખાવા માટે જ ભેગા થાય ચૌટે ને ચોરે ઘણા.
વોટ લેવા વાતો કરે ઉમેદવારો આવીને સારી,
સગાઈ રાખે નહિ ચૂંટાયા પછી તારી ને મારી.
પાટલી પારટિની બદલતાં વાર જ લાગે નહિ,
મેવા ખાવામાં સેવાનો સમય કોને મળે અહિ !
ચૂંટણીમાં ‘મુવી સ્ટારો’ હવે તો ઘણા કૂદી પડે,
પ્રચાર માટે પરદેશમાંથી પણ થોડા આવી ચડે.
પૈસા લઈ પાર્ટીઓના ગાય સરઘસમાં ગાણા,
ગામના ગવારો પણ થઈ જાય ચૂંટણીમાં શાણા.
ઓળખી કેમ શકે જનતા પહેરે એવા તો વાઘા,
મહીં મહીં જે મરી પડે મૂકીને સિદ્વાન્તો આઘા.
લોઢું ને લવારનો જે દેશમાં મેળ ન કદી પડે,
મુંઝવી મારેલાને મારગ ‘ચમન’ ક્યાંથી જડે?
૦ ચીમન પટેલ ‘ચમન’
દિલ December 28, 2007
Posted by chimanpatel in : Uncategorized , add a commentદિલ કેવું છે ?
પરણ્યા પહેલાં-
એની રાહ જોવામાં
દર્દ દિલનું વધી જતું’તું!
પરણ્યા પછી-
એની રાહ જોવામાં
દર્દ દિલનું વધી જતું નથી!!
ચીમન પટેલ ‘ચમન’