મોગરાના ફૂલ (લઘુકથા) May 15, 2016
Posted by chimanpatel in : લઘુકથાઓ , trackbackમોગરાનાં ફૂલ! (લઘુકથા)
લેખકઃ ચીમન પટેલ ‘ચમન’
ગ્રોસરીની લાઈનમાંથી ચૅક-આઉટ કરતાં ભારતીય બહેન પર મારી નજર પડી અને નામ પણ વાંચી લીધું!
મારો વારો આવતાં, મેં પૂછ્યું; ‘શ્વેતાજી, ભારતમાં તમે કયાંનાં?’
‘આણંદની છું! અને તમે?
“હું અમદાવાદનો છું.”
‘મેં તમને અહીં કદી જોયા નથી!’
‘તમારું અવલોકન સારું છે! ગ્રોસરી લઈ આવવાનું કામ હવે મારા માથે છે!’
‘કેમ? તમારા વાઈફ બિમાર છે કે શું?
‘એ હતી, હવે નથી!’
‘હું સમજી નહીં?’
‘કૅન્સરની બીમારીમાં એ ગુજરી ગઈ!’
‘આઈ એમ સૉરી!’
‘થેંક્યું!’.
મારી પાછળ લાઈનમાં કોઈ જ નો’તું એ જોઈ મેં
શ્વેતાને પૂછ્યું; ‘તમારા કુટુંબ વિશે જાણી શકું?’
શ્વેતા બોલી; ‘મારા હસબન્ડ પણ હવે નથી!’
એ હાર્ટ એટૅક્માં પાંચ વર્ષ પહેલાં ગુજરી ગયા!’
‘આઈ એમ સો સૉરી!’
‘થેંક્યું!’.
કહેવા જતો’તો ‘વી આર ઈન ધ સેઈમ બોટ!’ ત્યાં, કોઈ એની ગ્રોસરી બેલ્ટપર મૂકી રહ્યું હતું એ જોઈ, વાત બદલી મેં કહ્યું; ‘ચાલો, આવતા અઠવાડિયે પાછા મળીશું.’
‘ઓકે!’ સ્માઈલ આપી શ્વેતા બોલી.
અઠવાડિયા પછી, યાર્ડમાંનાં તાજાં ખીલેલાં મોગરાનાં ફૂલો પર નજર પડતાં, વીણી લઈ એક ઝીપર બેગમાં શ્વેતા માટે લઈ લીધાં!
શ્વેતાના કાઉન્ટર પાસે જઈ, ફૂલોની બેગ બતાવી મેં કહ્યું; ‘ ખાસ યાદ કરી, તમારા માટે લાવ્યો છું!’
ચાલુ કામે ફૂલોની બેગ લઈ, એક બાજુ મૂકીને એ બોલી; “ખૂબ ખૂબ આભાર ભાઈ! આ ફૂલ હવે હું મારા ઠાકોરજી આગળ મૂકીશ!”
******
Comments»
ગઈ કાલે જ પુ.આદર્શજીવન સ્વામીનું Make a difference પ્રવર્ચન ફરી એક વખત મારી એક બ્લોગપોસ્ટ તૈયાર કરવા સાંભળ્યું. તેમાં પહેલોજ પોઈન્ટ છે, ‘your choice makes a difference’. મહાભારતના યુદ્ધની શરુઆત પહેલા દુર્યોધન અને અર્જુન બંને શ્રી કૃષ્ણને પોતાના પક્ષમાં જોડવા માટે મળ્યા. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું – મારી શક્તિ શાળી યાદવ સેના અને હું બેમાંથી કોઈ એકની પસંદગી કરો. હું યુદ્ધમાં કોઈ સસ્ત્ર ચલાવીશ નહિ. એટલે દુર્યોધને તુરંત સશત્ર અને શક્તિશાળી યાદવ સેના માંગી. એટલે અર્જુન પાસે નીસશ્ત્ર એવા શ્રી કૃષ્ણ ભગવાન ને પોતાના પક્ષમાં જોડવા શિવાય કોઈ વિકલ્પ હતો નહી. યુદ્ધની આગલી રાત્રે બધા ચિંતામાં હતા ત્યારે કેવળ અર્જુન નિશ્ચિત બની સુઈ ગયો. શ્રી કૃષ્ણે જયારે અર્જુનને ઢંઢોળ્યો ત્યારે કહે મારી ચિંતા પ્રભુ હવે તમે કરો છો પછી મને શી ફીકર ?
સ્વેતાબહેને કદાચ મહાભારતનો અભ્યાસ કર્યો હશે અથવા ચરોતરના હોવાથી નક્કી મારી જેમ નિયમિત BAPS ની સત્સંગ સભામાં જતા હશે અને ભાઈ વિચારતા હશે કે મોગરાના ફૂલો જયારે આ સુંદર સ્ત્રી પોતાના અંબોડામાં લગાવશે ત્યારે હું એક નવી સુંદર શાયરી રચી જયારે મારી બ્લોગ પોસ્ટ ઉપર મૂકીશ ત્યારે કેવી ‘વાહ-વાહ’
થશે ??????????