એક શેર, એક મુક્તક ને એક ગઝલ! January 24, 2016
Posted by chimanpatel in : ગઝલ , trackbackએક શેર,એક મુક્તક અને એક ગઝલ ….. ચીમન પટેલ ‘ચમન’
એક શેર
કડવું મારાથી કોઈને કહેવાતું નથી!
સાચું કહું તો સૌથી સહેવાતું નથી!
એક મુક્તક
પદવીના પિંજરમાં મને પૂરાવું ગમતું નથી!
ભલે આગ્રહ છે સૌનો, મનને મનાવું નથી!
પડે જૂતા જશને માથે જાણો છો આપ સહુ,
ફળદૃપ આ ખેતરને આ ઉમ્મરે ખેડવું નથી!
ગઝલ
મારે શું કરવું?
ભલે હોય એ પુષ્પ રંગીન, ચૂંટી મારે શું કરવું?
નથી જેમાં થોડીયે સુવાસ, સુંધી મારે શું કરવું?
નયન લાગે એમના જાણે પ્યાલી શરાબની,
બોટલ મોંધી બજારની ખરીદી મારે શું કરવું?
અવિનાશે આપ્યું રૂપ ખુલ્લા હાથે તો તમને,
મલીન કરે મારા મનને મોહી મારે શું કરવું?
ભલે ગાઈ શકો છો ગીતો કોકિલ કંઠથી તમે
સમજી ન શકુ જે રાગને જાણી મારે શું કરવું?
લખી દીધુ ઉતાવળે લખ્યું છે પત્રના અંતે તમે,
સમજાય ના જે પ્રેમપત્રોને વાંચી મારે શું કરવું?
મજા છે તાપણીની ચેતાવનાર એને જો મળે!
પાણી રેડીને મને પૂછો ચેતાવી મારે શું કરવું?
દર્દ આપી ગયા એવું અંતિમ વેળાયે ‘ચમન’
દિલના દર્દપર હવે દવા મૂકી મારે શું કરવું?
*****************
*ચીમન પટેલ ‘ચમન’ (૨૦ડિસેમ્બર’૧૫)
Comments»
I would like to invite you for visit my blog
https://inspiredbyinfant.wordpress.com
Please come and share your experience.
રચના સારી છે. “દર્દ આપી ગયા એવું અંતિમ વેળાયે ‘ચમન’
દિલના દર્દપર હવે દવા મૂકી મારે શું કરવું?” સરસ.
સરયૂ પરીખ
આભાર.