ચૂંટણીના ચણા December 29, 2007
Posted by chimanpatel in : કાવ્ય , add a comment
ભારતની ચૂંટણીના સૌને મીઠા લાગેરે ચણા,
ખાવા માટે જ ભેગા થાય ચૌટે ને ચોરે ઘણા.
વોટ લેવા વાતો કરે ઉમેદવારો આવીને સારી,
સગાઈ રાખે નહિ ચૂંટાયા પછી તારી ને મારી.
પાટલી પારટિની બદલતાં વાર જ લાગે નહિ,
મેવા ખાવામાં સેવાનો સમય કોને મળે અહિ !
ચૂંટણીમાં ‘મુવી સ્ટારો’ હવે તો ઘણા કૂદી પડે,
પ્રચાર માટે પરદેશમાંથી પણ થોડા આવી ચડે.
પૈસા લઈ પાર્ટીઓના ગાય સરઘસમાં ગાણા,
ગામના ગવારો પણ થઈ જાય ચૂંટણીમાં શાણા.
ઓળખી કેમ શકે જનતા પહેરે એવા તો વાઘા,
મહીં મહીં જે મરી પડે મૂકીને સિદ્વાન્તો આઘા.
લોઢું ને લવારનો જે દેશમાં મેળ ન કદી પડે,
મુંઝવી મારેલાને મારગ ‘ચમન’ ક્યાંથી જડે?
૦ ચીમન પટેલ ‘ચમન’
દિલ December 28, 2007
Posted by chimanpatel in : કાવ્ય , add a commentદિલ કેવું છે ?
પરણ્યા પહેલાં-
એની રાહ જોવામાં
દર્દ દિલનું વધી જતું’તું!
પરણ્યા પછી-
એની રાહ જોવામાં
દર્દ દિલનું વધી જતું નથી!!
ચીમન પટેલ ‘ચમન’


Powered By