દિલ પૂછે છે મારું! December 27, 2016
Posted by chimanpatel in : અછાંદસ કાવ્ય , add a commentદિલ પૂછે છે મારું!
(સ્પષ્ઠતાઃ “…નજર નાખ સામે કબર દેખાય છે” લેખકઃ અનજાણ…વાંચ્યા પછી આ…..!)
દિલ પૂછે છે ભલા તું કેમ છેતરાય છે?
આંખ ખૂલ્લી તો રાખ જરા,
મામા શકુનીઓ દેખાય છે?
ના વર્તણુંક સહેવાય છે,
ના કોઇને કંઇ કહેવાય છે,
કથા હોય કે પછી ઘરનું વાસ્તુ,
ભૂમીપર હવે ક્યાં બેસાય છે!
આ બધુ તો ઠીક છે ભલા,
પણ હદ તો ત્યાં થાય છે-
આપણા અવસરપર કદી કોઈ
સમયસર ન પહોચી જાય છે!
દિલ પૂછે છે મારું,
ભલા તું કેમ છેતરાય છે?
પગાર તો સૌ લઇ આવે છે સારો
પોતાને માટે ક્યાં કંઇ ખર્ચાય છે!
સેલમાં ના જોઇતું ઉપાડી લાવે,
ઘરવાળીને ક્યાં કંઈ કહેવાય છે?
વસ્તી દેશીઓની વધી તો ગઇ,
પણ કોઇના ઘેર ક્યાં જવાય છે!
રસ્તે મળીએ તો હાય-હલ્લો કરી
મિત્રતા તો જાળવી રખાય છે!
દિલ પૂછે છે મારું,
ભલા તું કેમ છેતરાય છે?
ખબરતો છે બધાને આ રસ્તો
ગામના મોટા મંદિરે જાય છે.
હરિ ભક્તો કેટલાક રવિવારે,
જમવાના ટાણે જ દેખાય છે!
તમે જ ન્યાય કરો મિત્રો,
કોઇ ને ક્યાં કંઇ કહેવાય છે?
દિલ પૂછે છે મારું,
ભલા તું કેમ છેતરાય છે?
આંખ ખૂલ્લી તો રાખ,
મામા શકુનીઓ દેખાય છે?
***************
* ચીમન પટેલ ‘ચમન’ /૧૫ડિસે’૧૬