jump to navigation

તાલી પાડુ છું! November 17, 2013

Posted by chimanpatel in : ગઝલ , trackback

વ્યક્તિ ઓળખું કે ન ઓળખાય, તાલી પાડું છું!
ભાષણ સમજાય કે ન સમજાય, તાલી પાડું છું!

તાલી મારે પાડવી કે ન પાડવાની માથાકૂટ છોડી,
મોં ભલેને પ્રેક્ષકોનું પછી મરડાય, તાલી પાડું છું!

પાર્ટી સંગીતની હોય કે હોય ક્યાંય ભજનો પછી,
ગાનાર સાંભળીને પછી હરખાય, તાલી પાડું છું!

માઇક મળતાં ભાન સમયનું જે ભૂલી જતા હોય;
બેસી જવાનું એમને પછી સમજાય, તાલી પાડું છું!

મહેમાનોને સાંભળી, તાલીઓથી વઘાવ્યા પછી,
ઘરકી મુરઘી દાળ પછી ન કહેવાય, તાલી પાડું છું!

તાલી પાડવાની ટેવ પડી ગઇ છે હવે તો એવી,
જાત મારી પછી સૌને પરખાય, તાલી પાંડુ છું!

સરી જાય શબ્દો ગઝલના સમજ્યા વગર સૌને
‘ચમન’ પછી એકલો ન પડી જાય, તાલી પાડું છું!
***************
ચીમન પટેલ ‘ચમન’ (૧૭નવેમ્બર’૧૩)

Comments»

1. hemapatel - November 17, 2013

બહુજ સુંદર રચના !!!

2. DR. CHANDRAVADAN MISTRY - November 18, 2013

Chimanbhai,
It was my pleasure meeting you for the 1st time @ 139th Bethak of Gujarati Sahitya Sarita at Houston.
It was my pleasure to hear the Poem at that meeting.
I had created a Poem in response,,,,,

તાળી પાડી અનેક જગાએ અને અનેક કારણે,

પણ..કોઈએ ના પૂછ્યું પાડો છો તાળી શા કારણે ?

હવે, તો તાળી પડવાના વિચારથી ગભરાય રહ્યો છું,

અને, ગભરાયને સૌને પૂછી રહ્યો છુંઃ

“ચમને તાળીઓ પાડી ઘણી,

તેમાંથી સમજણ કાંઈક કોઈને મળી ?”

તાળી પાડવાનું ચમન-કાવ્ય મેં તો સાંભળ્યું,

જે સાંભળ્યું તે મેં “ગુજરાતી સાહિત્ય સરીતા”ની બેઠકે સાંભળ્યું,

તો હવે ચમનને હું કહું ઃ

હ્રદયનું શબ્દોમાં તમે લખતા રહો,

કોઈ તાળી પાડે કે ના પાડે તેનું જરા ના વિચારો,

તમારે જો તાળીઓ પાડવી હોય તો પાડતા રહો,

એની ગણતરી ચંદ્ર કરી હૈયે આનંદ માણી રહ્યો !

……ચંદ્રવદન

રચના તારીખ નવેમ્બર ૧૯,૨૦૧૩
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting you & your Readers to my Blog Chandrapukar !
Hope to see you soon !

3. સુરેશ જાની - November 21, 2013

અમે તો તમારી કવિતા સમજીને તાળી પાડી હોં!

‘ચમન’ની ગઝલની મજા માણી લઈને,
મનોમન કહી, ‘કેવી સુંદર કવિતા?’
સુણાવીય દીધી સહુ મિત્ર જનને
‘ચમન’ ખુશ રહો, લો! આ તાળીય પાડી !

અને અહીં પડઘો પણ પાડ્યો !
http://dhavalrajgeera.wordpress.com/2013/11/21/taali_chaman/

4. Vinod Patel - November 21, 2013

ચીમનભાઈ તમારી આ સુંદર કવિતા

વાંચી , ગમી અને એટલે જ અમે

ખુશ થઇ હરખની તાલી પાડી છે હોં !

5. Anila Patel - November 21, 2013

Bahero ane moorkh be vakhat hase ena jevu.

6. chiman Patel "chaman" - November 22, 2013

પ્રતિભાવ આપનાર સૌનો આભાર તાલી સાથે,
ચીમન પટેલ “ચમન”

7. Ramesh Patel - November 23, 2013

તાલીઓ સાથે તાલ મીલાવી..શ્રી ચીમનભાઈએ દાદ મેળવી લીધી. એક આગવો આનંદ લહેરાવાની આ કલા આમ જ ખીલતી રહે, એવી શુભેચ્છા.

રમેશ પટેલ(આકાશદીપ)

8. saryu - December 7, 2013

ચીમનભાઈ,
સરસ, મનનાં ભાવ હળવાશથી પીરસ્યા છે. “ચમન પછી એકલો…” વિશેષ ગમી.
સરયૂ

9. pravina Avinash - January 4, 2014

આભે સૂરજ ચાંદતારા કે વાદળ ભલે હોય કે ન હોય

મેઘધનુ નિહાળી ખુશ થઈ જોરથી તાળી પાડું છુ

શાંત ઘરમાં તાળીનો અવાજ કર્ણપ્રિય લાગે છે

http://www.pravinash.wordpress.com

10. chimanpatel - January 5, 2014

પ્રવિણાબેન,
નવા વર્ષે પ્રતિભાવ પિરસી આભારી કરી દીધો.
‘ચમન’


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.