પાંખડી કે ડાળખી? (લઘુકથા) 0 ચીમન પટેલ ‘ચમન’ January 19, 2009
Posted by chimanpatel in : Uncategorized , trackbackગરમીથી બચવા, યાડૅનું કામ જટપટ પતાવી હું ઘરમાં આવ્યો. ઠંડા પડવા ઠંડુ પાણી પીવા હું રસોડામાં ગયો. ઠંડા પાણીનો પહેલો ગુંટડો મે હજું ગળે ઉતાર્યો નથી ત્યાં સાંજે જમવા આવનાર મહેમાનો માટે રસોઇ કરતી પત્નીએ પૂછ્યું ‘યાડૅમાં ફરી જવાના?’
‘આજે ખૂબ ગરમી છે એટલેતો બીજા કામ પુડતા મૂકી અંદર આવી ગયો. બોલો,આપની શું સેવા કરી શકું?’
‘મીઠા લીમડાના બેએક પાંખડા લાવી આપશો?’
એમની નમ્રતા જોઇ હું ના ન પાડી શક્યો!
મીઠા લીમડાના કુંડા પાસે પહોચી, વાંકા વળતાં વિચાર આવ્યો કે પત્નીએ બે પાંખડા કે બે ડાળખાં મંગાવ્યા છે? ઘરમાં જઇ સ્પષ્ટતા કરવાનો વિચાર ઘડીભર માટે આવી ગયો, પણ પુરુષ અને એમાં પટેલની જાત કંઇ નમતું આપે ?
મૂઝવણમાં માનવીને ભગવાન જરુંર સાંભળી આવે છે !
શનીવાર હતો એટલે હનુમાનજીને યાદ કયૉ. સંજીવની માટેની એમની મૂઝવણમાં એ જેમ આખો પર્વત ઊપાડી લાવ્યા હતા એમ હું આખું કૂંડંુ ઊપાડી પત્ની પાસે પહોચી ગયો.
મને કૂંડા સાથે જોઇ આશ્વ્ચર્યમાં ડૂબી પત્ની બોલી ઊઠી, ‘આ કઢીમાં નાખવા મે તો બે પાંખડા તમારી પાસે મંગાવ્યા હતા ને તમે તો આખું કૂંડંુ ઊપાડી લાવ્યા!! બળતામાં ઘી નાખતાં એમણે ઉમેર્યુંંઃ ‘હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા !’
એમને ઠંડા પાડવા મે મારી પાંખડાની અને ડાળખાની મૂઝવણની વાત કરી.
કપાળે હાથ મૂકતાં એ બોલ્યાઃ ‘ઓ ભગવાન! લેખક થઇને પાંખડા અને ડાળખાની તમને ખબર નથી!?’
Comments»
no comments yet - be the first?