હાઈકુ January 3, 2009
Posted by chimanpatel in : હાઈકુ , trackbackજૂતા પરના હાઇકુ
ચીમન પટેલ ‘ચમન’
ડિસેમ્બર‘૦૮
જોડાની વાત
અમેરિકાએ નો’તી
જાણી-તે માણી !!
******
જશને માથે
પડતા હોય જૂતા
નવાઇ શેની !!
*******
જૂતાનો માર
રુઝી જાય ઝડપે-
ગોળીનો નહિ !
*******
વાત શું કરો?
જોડાની ભઇ ! અહિ, (ભારતમાં)
નવાઇ નથી !!
********
Comments»
જોડાની વાત
અમેરિકાએ નો’તી
જાણી-તે માણી !!
બુશ ભલે યુધ્ધખોર તરીકે બદનામ થતા હોય પણ ત્રાસવાદ સામે જંગે ચઢવાની તેમની ઝનૂની નીતિ અમેરિકાને ત્રાસવાદીઓથી મુક્ત કરી શકી હતી. બુશે ભલે જૂતાનો માર ખાઈ બદનામી મેળવી હોય પણ પોતાના દેશના લોકોને તેઓ ત્રાસવાદની પક્કડમાંથી છોડાવી શક્યા હતા.