jump to navigation

મારો ૨૦૦૯ નો સંકલ્પ

નવા વર્ષનો મારો સંકલ્પ
0 ચીમન પટેલ ‘ચમન’

૨૦૦૯ના પ્રથમ દિવસે અમારી બંનેની વચ્ચે અણઘાર્યો અચાનક એક એવો નિર્ણય લેવાઇ ગયો!

નવા વર્ષે વહેલા ઉઠી (ભલે બાકીના દિવસોમાં સૂર્યવંશી હોઇએ ) જવા માટે ઘાર્મિક ઘક્કો ઘણાને વાગતો હોય છે. આ કારણે આ દિવસે ઘણા વહેલા ઉઠી જાય છે, પણ શ્રીમતીજી આજે ઘાર્યા કરતાં મોડા ઉઠ્યા હતાં ! વાસ્તવમાં, આજે એમને વહેલા ઉઠવાની ખાસ જરુંર હતી કારણકે આજે એમણે કેટલાક મિત્રોને જમવા બોલાવ્યા હતા.

જેવા એમને મેં ત્રીજી વારના જગાડ્યા અને સમયનું ભાન કરાવ્યું કે એ ઝબકીને જાગતાં બોલ્યા; ‘બાપર ે… સાડા નવ વાગી ગયા! મને વહેલી કેમ ન જગાડી?’
ચોર કોટવાલને દોષિત ઠરાવે એવો એમનો ટોન જોઇ હું બોલ્યો;
‘મેમ, અત્યાર સુઘીમાં મેં તમને ત્રણ વાર જગાડ્યા! પહેલી વાર સાડા સાત વાગે, બીજી વાર સાડા આઠ વાગે અને આ ત્રીજી વાર સાડા નવ વાગે!’

સવારના અમારા રોજિંદા સંવાદો પાછા આ નવા વર્ષે શરું ન થઇ જાય એ બીકે હું મારી ઓફિસ તરફ પ્રયાણ કરી ગયો.

સવારમાં ગરમ પાણીના મીઠાના કોગળા કરવાનો મારા ક્રમ પડી ગયો છે એ કારણે મારે રસોડામાં પ્રવેશ કરવો પડ્યો એમની હાજરીમાં.

મીઠાની પ્લાસ્ટીકની બરણી લેતાં, ઘણા દિવસથી ઘર કરી ગયેલી એક વાત કાઢતાં મેં શ્રીમતીજી પૂછ્યું; ‘આ પ્લાસ્ટીકની બરણી તું જે રીતે મૂકે છે એ રીતે હું પાછી નથી મૂકતો એની તને ખબર છે?’
‘હા, મને ખબર છે! હું કંઇ ડફોર નથી !?’ ઊંચા અવાજે એમણે મને પડકાર કર્યો.

અમારી આ પ્લાસ્ટીકની બરણી પર હાથની પક્કડ માટે એક ખાંચો પાડેલો છે. ડાબા હાથે પક્કડવામાં મને સરળતા રહે એટલે હું એ ખાંચો ડાબી તરફ રહે એ રીતના હું એને મૂકું છું અને શ્રીમતીજી એ ખાંચો એમની તરફ બહાર પડતાં રહે એમ એ મૂકે છે. આ અંગેની અમારી વચ્ચે આજ સુઘી કોઇ ચર્ચા થઇ નથી! કજીયાનું માંે કાળુ એ કારણે જ આજ સુઘી એ વાત ચર્ચાઇ નથી !! કોણ જાણે આજે આ બેસતા વર્ષના દિવસે જ એને બહાર આવવાનું મન થયું?

‘કેમ કંઇ બોલ્યા નહિ?’ મને પડકારતાં શ્રીમતીજી બોલ્યા. ‘મારે એ વાત કાઢવી હતી, પણ ઘરકામમાં હું એ ભૂલી જતી હતી. સારું થયું કે તમે જ એ વાત આજે કાઢી.

મારી રીતે એ પ્લાસ્ટીકની મીઠાની બરણીને મૂકવાના ફાયદાએાના પાસા મેં ફેક્યા. મગજની શેતરંજ પર એ હજુ ઉભા રહી જાય એ પહેલાં જ શ્રીમતીજી તાડૂકી ઉઠ્યા!

‘રસોડું મારું છે. એમાંની ચીજો મારે જે રીતે જોઇએ એ રીતે હું ગોઠવું છું તો તમે એને શા માટે ફેરવો છો? તમારી ઓફિસમાં જઇ તમે ગોઠવેલી વસ્તુંઓને હું ફેરવી દઉ તેા તમને એ ગમશે?’ એકી શ્વ્વાસે એ બોલી ગયા.

શું જોડદાર પડકારતો પ્રત્યુંð;ર મળ્યો હતો મને ! આટલા વર્ષોમાં આજે આ રીતે અને તે પણ બેસતા વર્ષના દિવસે !! એમના એક જ વાક્બાણે એમણે મlu મૂર્છિત કરી દીઘો !!!

અંદરની આંખો ખોલી, હાર સ્વીકારતાં હું બોલ્યો; ‘ચાલો આજે આ બેસતા વર્ષના દિવસે હું સંકલ્પ કરું છું કે રસોડાની બાબતોમાં મારે હવેથી માથું મારવાનું બંઘ’. આટલું બોલી, ઓફિસભણી પગ ઉપાડું છું ત્યાં જ શ્રીમતીજી ઉવાચ:

‘બોલ્યા છો તો હવે પાળી પણ બતાવજો!’

મહેણાનો માર તો નરસિંહ મહેતાને પણ મળ્યો હતો તો મારા જેવાનું તો શું?

મો k ફેરવી, ભારે હૈયે, હું મારી ઓફિસ તરફ પ્રયાણ કરી ગયો.

— ૦૪જાન્યું‘૦૯

Comments»

1. DR. CHANDRAVADAN MISTRY - July 14, 2013

“ચમન” કા ફુલના બ્લોગ પર ચંદ્ર આવે,

પણ, શું થાય, “હાઈકુ”ના એ જાણે,

ચંદ્ર તો થોડી “કાવ્ય”રચનાઓને વાંચે,

“દિલ પૂછે મારૂં” ચમન કાવ્યને વાંચે,

જરા હૈયે ખુશી ચંદ્રે ત્યારે અનુભવી,

ખુશી વધી”મારો પરિચય”માં ચમનને જાણી,

“મારો ૨૦૦૯નો સંકલ્પ”વિભાગે પધારી,

કાંઈ પ્રતિભાવ ના વાંચી, એક બાજી બનાવી,

જે કાવ્યરૂપે લખ્યું એ જ ચંદ્ર પ્રતિભાવ હશે,

મુક્યું અહીં, હૈયે ખુશી, હવે “ચંદ્રપૂકાર” પર મળવાનું હશે !

….ચંદ્રવદન

તારીખ ઃ જુલાઈ,૧૪,૨૦૧૩
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Chimanbhai, 1st time on your Blog via Vinodbhai’s Blog.
Nice !
Congratulations !
Inviting you to my Blog Chandrapukar.


Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help